ગુજરાત વિરોધી માનસિકતાનો પર્દાફાશ: સાડા છ કરોડ ગુજરાતીઓનું અપમાન હવે સહન નહીં થાય!
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે દ્વારા કેરળની સભામાં ગુજરાતીઓને 'અભણ અને મૂર્ખ' કહેવા એ માત્ર એક નિવેદન નથી, પણ કોંગ્રેસના વર્ષો જૂના 'ગુજરાત દ્વેષ'નો પુરાવો છે. હું આ વાણી-વિલાસની આકરા શબ્દોમાં નિંદા કરું છું.
ગુજરાત: પ્રગતિનું એન્જિન, અપમાનનું લક્ષ્ય કેમ?
જે ગુજરાતે દેશને આઝાદી અપાવનાર ગાંધી, દેશને એક કરનાર સરદાર આપ્યા અને દેશને વૈશ્વિક સ્તર ઉપર લઈ જનાર મોદી આપ્યા. જે ગુજરાત આજે દેશના વિકાસમાં સિંહફાળો આપે છે, તેને 'અભણ' કહેવા એ કોંગ્રેસની હતાશાની પરાકાષ્ઠા છે.
-
આર્થિક શક્તિ: દેશના GDPમાં 8% થી વધુ યોગદાન.
-
ઔદ્યોગિક હબ: દેશના કુલ ઉત્પાદનમાં 17% અને નિકાસમાં 19% હિસ્સો.
-
ગ્લોબલ લીડર: ડાયમંડ, ફાર્મા (30%), ટેક્સટાઇલ, પેટ્રો કેમિકલ અને રિન્યુએબલ એનર્જીમાં અગ્રેસર.
-
ભવિષ્યનું કેન્દ્ર: ગિફ્ટ સિટી (Fintech Capital) અને સાણંદ-ધોલેરા (Semiconductor Hub).
ખડગેજી, ગુજરાત આ 5 સવાલોના જવાબ માંગે છે:
ગાંધીજી, સરદાર સાહેબ અને મોદીજી ની ભૂમિનું અપમાન કરતા તમને શરમ કેમ ન આવી? શું આ જ તમારા સંસ્કાર છે?
હારની હતાશા જનતા પર કેમ? જ્યાં સુધી કોંગ્રેસ જીતતી હતી ત્યાં સુધી જનતા સારી હતી, અને હારતા જ ગુજરાતીઓ 'મૂર્ખ' થઈ ગયા?
ગુજરાતીઓના પુરુષાર્થની આટલી ઈર્ષ્યા કેમ? દિવસ-રાત મહેનત કરી દેશનું નામ રોશન કરતા શ્રમિકો અને ઉદ્યોગસાહસિકોની સફળતા તમને કેમ ખટકે છે?
દરેક ચૂંટણીમાં ગુજરાત જ નિશાન કેમ? દરેક વખતે ગુજરાતીઓને જ ગાળો આપવા પાછળની તમારી નફરતનું મૂળ શું છે?
આ તમારી વ્યક્તિગત નિષ્ફળતા છે કે કોંગ્રેસની સત્તાવાર નીતિ? શું કોંગ્રેસે નક્કી કરી લીધું છે કે ગુજરાતના વિકાસને રોકવા માટે જનતાનું અપમાન જ કરવું?
"ગુણવંતા ગુજરાતને અને મહેનતુ ગુજરાતીઓને મૂર્ખ કહેનાર ખડગેજીએ જાહેર માફી માંગવી જ પડશે. આ સ્વાભિમાની પ્રજા પોતાના અપમાનનો જવાબ લોકશાહી ઢબે આપતા જાણે છે."
એક આક્રોશિત અને ગૌરવશાળી ગુજરાતી નાગરિક
લોકોએ આ પિટિશન પર સહી કરી છે
તમારો ટેકો નોંધાવો ✍️
Share this petition
તમારો આભાર!
તમારો ટેકો સફળતાપૂર્વક નોંધવામાં આવ્યો છે. આ અવાજને વધુ મજબૂત બનાવવા માટે પિટિશનને શેર કરો.
Share this petition